Site icon hindtv.in

સુરતની કતારગામ પોલીસે બિલ્ડરની હત્યા ના આરોપીને ઝડપ્યા

સુરતની કતારગામ પોલીસે બિલ્ડરની હત્યા ના આરોપીને ઝડપ્યા
Spread the love

સુરતની કતારગામ પોલીસે બિલ્ડરની હત્યા ના આરોપીને ઝડપ્યા
બિલ્ડર વિપુલ માંડાણીની હત્યા અશ્વિન અને વિપુલ સોલંકીએ કરી
પોલીસે આરોપીઓ પાસે ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ

સુરતની કતારગામ પોલીસે બિલ્ડરની હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓમાંથી બે હત્યારાઓને ઝડપી પાડી સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

સુરતમાં રોજેરોજ હત્યા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સરથાણા વિસતારમાં રહેતા બિલ્ડર વિપુલ માંડાણી કામ અર્થે કતારગામ ખાતે ગયા હતા ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલા જે.કે.પી. સોસાયટી પાસે ત્રણથી ચાર જેટલા ઈસમો સાથે બોલાચાલી અને ઝપાઝપી થયા બાદ વિપુલભાઈને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાય હતી આ ઘટનાને લઈ પોલીસ કાફલો દોડી ગયો હતો અને ત્વરિત પોલીસે તપાસ હાથ ધરી બે હત્યારાઓ અશ્વિન સોલંકી અને હિતેશ સોલંકીને ઝડપી પાડ્યા હતા અને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. તો ઘટના સ્થળે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

Exit mobile version