Site icon hindtv.in

કરુણા સેતુ ટ્રસ્ટ : ચાર દાયકાથી માનવસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અવિરત કાર્ય સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યો સાથે સમાજસેવાનું અનોખું મોડેલ

Spread the love

વડનગર, મહેસાણા: વર્ષ 1984માં પ્રખર સમાજસેવક અને તબીબ ડૉ. વસંત પરીખ તથા સ્વ. રત્નપ્રભાબહેન પરીખના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ સ્થાપિત કરુણા સેતુ ટ્રસ્ટ આજે ગુજરાતની અગ્રણી સેવાકીય સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી ટ્રસ્ટ આરોગ્ય, શિક્ષણ, વરિષ્ઠ નાગરિકોની સંભાળ, પર્યાવરણ સંરક્ષણ, ગૌસેવા તથા આપત્તિ રાહત જેવા વિવિધ ક્ષેત્રોમાં નિઃસ્વાર્થ સેવા આપી રહ્યું છે.

ટ્રસ્ટનો મુખ્ય ધ્યેય સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાનો છે. “ઝડપી અને સીધી સહાય, સંપૂર્ણ પારદર્શિતા અને લાભાર્થી સુધી લાભની સુનિશ્ચિતતા” જેવા મૂલ્યોને કેન્દ્રમાં રાખીને સંસ્થા કાર્યરત છે.

આરોગ્ય ક્ષેત્રે અનોખી પહેલ

કરુણા સેતુ ટ્રસ્ટ સંચાલિત વસંત પ્રભા હોસ્પિટલ અને વસંત પ્રભા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા હજારો જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક અથવા રાહત દરે સારવાર, દવાઓ અને ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને “કેશ કાઉન્ટર વિના હોસ્પિટલ”ની સંકલ્પના દ્વારા સમાજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત મળી રહી છે.

શિક્ષણ દ્વારા સશક્તિકરણ

ટ્રસ્ટ સંચાલિત ડૉ. વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજરત્નપ્રભા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ (સ્કૂલ અને કોલેજ)નર્સિંગ કોલેજ તથા આઇ.ટી.આઇ. સંસ્થા દ્વારા યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય અને હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હાલમાં 400થી વધુ વિદ્યાર્થીઓ છાત્રાલયની સુવિધાનો લાભ લઈ રહ્યા છે.

માનવતાની સેવા માટે સતત પ્રયત્ન

સંસ્થા દ્વારા નિયમિત રીતે અનાજ વિતરણ, કપડાં અને ધાબળા વિતરણ, આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ તેમજ અન્નક્ષેત્રનું સંચાલન કરવામાં આવે છે. વડનગરમાં સ્વ. રત્નપ્રભાબહેન પરીખ દ્વારા શરૂ કરાયેલ અન્નક્ષેત્ર આજે પણ સતત કાર્યરત છે અને જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડે છે.

પર્યાવરણ અને ગૌસેવામાં આગવી ઓળખ

પર્યાવરણ સંરક્ષણ માટે ચેકડેમ, તળાવો અને બગીચાઓના વિકાસ તેમજ જાળવણી જેવા અનેક કાર્યો કરવામાં આવે છે. ટ્રસ્ટ સંચાલિત વસંત વગડો હર્બલ બોટાનિકલ ગાર્ડન ઔષધીય વનસ્પતિઓના સંવર્ધન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસ્યું છે. સાથે જ ગીર ગાયોની સંભાળ રાખતી ગૌશાળા પણ સંચાલિત કરવામાં આવે છે.

આપત્તિના સમયમાં માનવતાનો આધાર

સુનામી, ભૂકંપ, પૂર અને દુષ્કાળ જેવી કુદરતીઆપત્તિઓતથાકોરોનામહામારીજેવાસમયમાંકરુણાસેતુટ્રસ્ટસત્તતરાહતપુનર્વસન અનેમેડિકલહેલ્પનાકાર્યક્રમોનીસક્રિયભુમિકાભજવેછે. ટ્રસ્ટ માને છે કે સાચી સેવા એ છે જે દુઃખના સમયમાં આશા અને સંબળ પૂરું પાડે.

કરુણાથી સર્જાતો પરિવર્તનનો સેતુ

કરુણા સેતુ ટ્રસ્ટ માટે સેવા માત્ર આંકડાઓ કે નાણાકીય મૂલ્યોથી માપી શકાય તેવી બાબત નથી. એક દર્દીને મળેલું સ્વાસ્થ્ય, એક વિદ્યાર્થીને મળેલું શિક્ષણ અને એક વરિષ્ઠ નાગરિકને મળેલી સંભાળ – એ જ સંસ્થાની સાચી સફળતા છે.

સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત કરુણા સેતુ ટ્રસ્ટ આજે પણ “સત્ય, પ્રેમ અને કરુણા”ના મૂલ્યો સાથે માનવસેવાનો સેતુ બનીને લાખો લોકોના જીવનમાં આશાનું અજવાળું ફેલાવી રહ્યું છે.

Website: www.karunasetutrust.org

Exit mobile version