કાપોદ્રા પોલીસે વોશિંગ ગેરેજમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, લાખોની મત્તા કબ્જે
સુરતની કાપોદ્રા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાપોદ્રા શ્રીનાથજી ફાર્મ સામે વોસીંગ ગેરેજમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ હાલ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા મેદાને આવી ગઈ છે ત્યારે સુરતની કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે કાપોદ્રા શ્રીનાથજી ફાર્મ સામે ઉત્તમ કાર વોસીંગ ગેરેજમાં દરોડા પાડી ત્યાંથી પ્રવિણ મહિડા અને મહેશ ચૌહાણને ઝડપી પાડી તેઓ પાસેથી 2 લાખ 67 હજારની કિંમતનો દારૂનો જથ્થો તથા કાર મળી 4 લાખ 67 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

