Site icon hindtv.in

સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
Spread the love

સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
નવી પાળ પાણીની ટાંકી પાસે રહેતા બુટલેગરના મકાનમાં દરોડા
વિદેશી દારૂનો 5 લાખ 56 હજારથી વધુનો જથ્થો ઝડપ્યો

સુરતની કાપોદ્રા પોલીસે નવી પાળ પાણીની ટાંકી પાસે રહેતા બુટલેગરના મકાનમાં દરોડા પાડી ત્યાંથી લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરની ધરપકડ કરી હતી.

સુરતમાં દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા પોલીસ મેદાને છે ત્યારે સુરતની કાપોદ્રા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાપોદ્રા નવી પાળ પાણીની ટાંકી પાસે રહેતા બુટલેગર મુળ ઓરિસ્સાના ઉત્તમ ઉપેન્દ્ર જૈનાના ઘરે દરોડા પાડી ત્યાં તપાસ કરતા ઘરમાંથી વિદેશી દારૂનો 5 લાખ 56 હજારથી વધુનો જથ્થો તથા મોંઘોદાટ મોબાઈલ મળી 5 લાખ 66 હજારથી વધુનો મુદ્દામાલ મળી આવતા પોલીસે બુટલેગર ઉત્તમ ઉપેન્દ્ર જૈનાની ધરપકડ કરી વધુ તતપાસ હાથ ધરી હતી.

Exit mobile version