Site icon hindtv.in

સુરતમાં દિનેશ ટેક્ષ્ટાઈલ અને અવધ સેવા સમિતિ દ્વારા કળશ શોભા યાત્રા

સુરતમાં દિનેશ ટેક્ષ્ટાઈલ અને અવધ સેવા સમિતિ દ્વારા કળશ શોભા યાત્રા
Spread the love

સુરતમાં દિનેશ ટેક્ષ્ટાઈલ અને અવધ સેવા સમિતિ દ્વારા કળશ શોભા યાત્રા
શ્રી રામ કથા મહોત્સવને લઈ ભવ્ય કળશ શોભા યાત્રાનુ આયોજન કરાયુ

સુરતમાં દિનેશ ટેક્ષ્ટાઈલ અને અવધ સેવા સમિતિ દ્વારા શ્રી રામ કથા મહોત્સવને લઈ ભવ્ય કળશ શોભા યાત્રાનુ આયોજન કરાયુ હતું.

ધર્મ નગરી સુરતમાં દરેક ધર્મના તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે. ત્યારે સુરતમાં છેલ્લા 16 વર્ષથી દિનેશ ટેક્સટાઇલ અને અવધ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામ કથા મહોત્સવનુ આયોજન કરાયુ હોય જે પહેલા એક દિવ્ય અને ભવ્ય કળશ શોભા યાત્રા કાઢવામાં આવી હતી. આ ભવ્ય કળશ શોભા યાત્રામાં 11 હજારથી વધુ મહિલાઓ અને અન્ય ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કળશ યાત્રામાં જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કળશ યાત્રા એટલી દિવ્ય અને ભવ્ય હતી કે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ફક્ત ભક્તો જ હતા અને બધા ભક્તોએ પૂજ્ય મહારાજ શ્રીના આશીર્વાદ મેળવ્યા હતાં.

Exit mobile version