Site icon hindtv.in

ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો.
Spread the love

ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો.
હાલમાં ઉકાઈ ડેમની સપાટી 334.77 ફૂટ પહોંચી

સુરત જિલ્લાના માંડવીના કાકરાપાર ડેમમાં ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુંસેક્સ પાણી છોડવામાં આવતા ડેમ ઓવરફ્લો થયો. આ કાકરપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટ છે. જે સાંજના 7:00 વાગ્યે સપાટી 165.60 ફૂટ થયેલ. જેમાં 5.60 ફૂટની ઊંચાઈથી પાણી ઓવરફલો થઈ રહ્યો છે. જે ડેમમાંથી 86,100 પાણી ઓવરટોપ થઈને તાપી નદીમાં બે કાંઠે વહી રહ્યું છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 334.77 ફૂટ થવા પામેલ છે. આમ કાકરાપાર ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર તેજશભાઈ ચૌધરી તથા ડેમના કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. તેમજ માંડવી રિવરફ્રન્ટ ખાતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોસાડી – હરિપુરા કોઝવે પણ પાણીમાં ગરકાવ થતાં અવરજ્વર માટે બંધ કરવામાં આવ્યો છે

Exit mobile version