Site icon hindtv.in

જૂનાગઢનું ભવનાથ મહાદેવ મંદિર ફરી વિવાદમાં.

જૂનાગઢનું ભવનાથ મહાદેવ મંદિર ફરી વિવાદમાં.
Spread the love

જૂનાગઢનું ભવનાથ મહાદેવ મંદિર ફરી વિવાદમાં.
સાધુ શિવગીરીએ મંદિર વ્યવસ્થા પર કર્યા આક્ષેપ.
અત્યાર સુધીમાં 3 સાધુઓની કરાઈ હકાલપટ્ટી

જૂનાગઢ સ્થિત ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું ભવનાથ મહાદેવ મંદિર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. મંદિરના વહીવટ, ધાર્મિક પરંપરાઓના પાલન અને સાધુ સમાજની ભૂમિકાને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સાધુ શિવગીરી બાપુએ મંદિરની હાલની સ્થિતિ અંગે અનેક મુદ્દાઓ ઉઠાવતા તંત્ર અને વહીવટી વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.

મળતી માહિતી મુજબ છેલ્લા દસ મહિનાના ગાળામાં 3 સાધુઓને મંદિર પરિસરમાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે. આ મુદ્દે સાધુ સમાજમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. સાધુ શિવગીરી બાપુનું કહેવું છે કે ભવનાથ જેવા પ્રાચીન તીર્થસ્થાનમાં સાધુ પરંપરા અને આધ્યાત્મિક વાતાવરણને જાળવવા માટે જરૂરી સંવેદનશીલતા જોવા મળતી નથી. સાધુ શિવગીરી બાપુના જણાવ્યા અનુસાર મંદિરની કેટલીક પરંપરાગત ધાર્મિક વિધિઓ અને વ્યવસ્થાઓ અગાઉની જેમ સુચારૂ રીતે થતી નથી. ભગવાનને અર્પણ થનારા ભોગ અને પૂજન વ્યવસ્થામાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભવનાથ મંદિર માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના શૈવ સંપ્રદાય માટે મહત્વનું ધાર્મિક કેન્દ્ર માનવામાં આવે છે. દર વર્ષે મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. આવા મહત્વના ધાર્મિક સ્થળના વહીવટને લઈને ઊભા થયેલા પ્રશ્નો ભક્તોમાં પણ ચિંતા જગાવી રહ્યા છે.

માહિતી અનુસાર હાલમાં ભવનાથ મંદિરનો વહીવટ સરકારી દેખરેખ હેઠળ પ્રાંત અધિકારીના હસ્તક સંચાલિત થઈ રહ્યો છે. વહીવટને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પગલાં લેવામાં આવતા હોય છે, પરંતુ હાલ સામે આવેલા આક્ષેપોને કારણે તંત્રની કામગીરી પણ ચર્ચામાં આવી છે. હાલ સુધી સંબંધિત વહીવટી તંત્ર અથવા અધિકારીઓ તરફથી આક્ષેપો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. બીજી તરફ, મંદિર સાથે સંકળાયેલા વિવિધ વર્ગો વચ્ચે આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version