સુરત લોકસભા બેઠકમાં પાકા રસ્તાના નિર્માણ માટે સંયુક્ત સ્થળ નિરીક્ષણ
રેલવે મંજૂરી મેળવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરાયા
સુરત લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ ઉતરાણ રેલવે ગણનારા વિસ્તારમાં ખાડી પર પૂરાણ કરી ડ્રેનેજ લાઈન અને પાકા રસ્તાના નિર્માણ માટે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે જરૂરી રેલવે મંજૂરી મેળવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરાયા હતાં.
ઉતરાણ વિસ્તારમાં લાંબા સમયથી સ્થાનિકોને પડી રહેલી સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે સ્થળ પર સંયુક્ત નિરીક્ષણ યોજાયું હતું. આ દરમિયાન વોર્ડના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, ભારતીય રેલવેના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતાં. સ્થળ પર ખાડી પર પૂરાણ, ડ્રેનેજ લાઈન અને પાકા રસ્તાના પ્રસ્તાવ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે જ કામગીરી ઝડપથી શરૂ થઈ શકે તે માટે જરૂરી તકનીકી અને વહીવટી પ્રક્રિયાઓ અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. અધિકારીઓએ ખાતરી આપી કે જરૂરી રેલવે મંજૂરી વહેલી તકે મળે તે માટે ઉચ્ચ કક્ષાએ અસરકારક રજૂઆત કરવામાં આવશે. સ્થાનિક નાગરિકોને લાંબા સમયથી પડતી મુશ્કેલીનો ઝડપથી ઉકેલ લાવવા તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી આગળ વધારવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

