સુરતમાં ગણેશ વિસર્જનને લઈને રૂટનું સંયુક્ત રીતે ચેકિંગ
અશ્વિનીકુમારથી ડભોલી બ્રિજ સુધીના સમગ્ર રૂટનું ચેકિંગ
ભક્તોને સુરક્ષિત રીતે વિસર્જન સ્થળ સુધી પહોંચાડવા તંત્ર સજ્જ
સુરતમાં ગણેશ વિસર્જનને લઈને સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી હોય તેમ અશ્વિનીકુમારથી ડભોલી બ્રિજ સુધીના સમગ્ર વિસર્જન રૂટનું સંયુક્ત રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
સુતર ગણપતિ વિસર્જન દરમિયાન ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અશ્વિનીકુમારથી ડભોલી બ્રિજ સુધીના સમગ્ર વિસર્જન રૂટનું ટ્રાફિક પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. આ રૂટ ચેકિંગમાં ટ્રાફિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, સુરત મહાનગર પાલિકા અને ટોરેન્ટ પાવરના અધિકારીઓની ટીમ જોડાઈ હતી.
વિસર્જન રૂટ પર નડતરરૂપ વીજ વાયર કે અન્ય કોઈ સમસ્યા ન સર્જાય તે માટે સ્થળ પર જરૂરી ચકાસણી કરવામાં આવી હતી. ગણેશ વિસર્જન દરમિયાન ટ્રાફિકની સમસ્યા ટાળવા અને ભક્તોને સુરક્ષિત રીતે વિસર્જન સ્થળ સુધી પહોંચાડવા તંત્ર સજ્જ બન્યું છે.

