સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી વચ્ચે જેહાદી માનસિકતા
ગેરકાયદે કબ્જાઓ કરવાની સાથે સુનિયોજિત ષડયંત્રોનુ આયોજન
વિશ્વ હિન્દુ પરિષધ દ્વારા કડક કાર્યવાહીની માંગ કરી
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી વચ્ચે વિશ્વ હિન્દુ પરિષધ દ્વારા દેશમાં વધી રહેલી જેહાદી માનસિકતા, અવેધ કબ્જા અને ષડયંત્રોનુ આયોજન કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો માહોલ જામ્યો છે. સત્તાધારી પક્ષનો સુરતમાં અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે ચુંટણી ટાણે જ વિશ્વ હિન્દુ પરિષદ મેદાનેઆવી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. વિશ્વ હિન્દુ પરિષધ દ્વારા સુરત કલેકટર થકી રાષ્ટ્રપતિને સંબોધીને એક પત્ર લખ્યો હતો જેમાં જણાવાયુ હતું કે દેશમાં હાલ જિહાદી માનસિકતા વધી રહી હોય સાથે ગેરકાયદે કબ્જાઓ કરવાની સાથે સુનિયોજિત ષડયંત્રોનુ આયોજન કરાઈ રહ્યુ હોય જે તતમામ વસ્તુઓ કરનારાઓ સામે કડક પગલાની માંગ કરવામાં આવી હતી. સાંભળો ચુંટણી ટાણે જ આવેદન પત્ર આપના વિહિપ આગેવાન શુ કહે છે.

