Site icon hindtv.in

સુરતમાં રત્નકલાકારોએ અધિકાર અધિનિયમનો સહારો લીધો

સુરતમાં રત્નકલાકારોએ અધિકાર અધિનિયમનો સહારો લીધો
Spread the love

સુરતમાં રત્નકલાકારોએ અધિકાર અધિનિયમનો સહારો લીધો
રિજેક્ટ થયેલા ફોર્મ પાછળના સાચા કારણો જાણવા યુનિયનની માંગ
યુનિયન પ્રમુખ ભાવેશ ટાંકએ વધુ માહિતી આપી

મંદીમાં ધકેલાયેલા ડાયમંડ ઉદ્યોગના રત્નકલાકારોના બાળકોની ફીને લઈ ફરાયેલા આશરે 26 હજાર ફોર્મ રદ્દ થતા રત્નકલાકારોએ આરટીઆઈ દ્વારા કયા કારણોસર ફોર્મ રદ્દ કરાયા તે જાણવાની શરૂઆત કરી છે.

ગુજરાત સરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેર કરવામાં આવેલા સહાય પેકેજમાં 26,000 જેટલા ફોર્મ રિજેક્ટ થતાં સુરતના રત્નકલાકારોએ માહિતી અધિકાર અધિનિયમ-2005નો સહારો લઈ જાગૃતિ અને લડતનું શંખનાદ ફૂંક્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ છેલ્લા પાંચ દિવસમાં જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 1000 થી વધુ આરટીઆઈ અરજીઓ દાખલ કરવામાં આવી છે. રિજેક્ટ થયેલા ફોર્મ પાછળના સાચા કારણો જાણવા અને ગરીબ તથા જરૂરિયાતમંદ રત્નકલાકારોને ન્યાય મળે તે માટે યુનિયનની માંગ છે. તો આ અંગે યુનિયન પ્રમુખ ભાવેશ ટાંકએ વધુ માહિતી આપી હતી.

Exit mobile version