સુરત મનપા દ્વારા ચોક બજાર ખાતે જપેયીજીની જન્મજ્યંતિનીઉજવણી
ભુતપુર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલબિહારી વાજપેયીજીની જન્મજ્યંતિ
જન્મજ્યંતિએ સુશાસન દિવસની ઉજવણી કરાઈ
સુરત મનપા દ્વારા ચોક બજાર ખાતે આવેલ કિલ્લામાં ભુતપુર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલબિહારી વાજપેયીજીની જન્મજ્યંતિએ સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી.
સુરત મનપા દ્વારા ભારત રત્ન, કવિ, આદર્શ રાજકારણી અને ભૂતપુર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીની જન્મજ્યંતિએ સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી. સુરતના ચોક બજાર ખાતે આવેલ કિલ્લામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી, સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

