Site icon hindtv.in

સુરતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનુ આયોજન

સુરતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનુ આયોજન
Spread the love

સુરતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનુ આયોજન
ગુજરાત કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
મોંઘા વેરાની લુંટ બંધ કરો, તાપી નદી બચાઓ

સુરતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનુ આયોજન કરાયુ હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.

સુરત શહેર કોંગ્રેસ દ્વારા સોમવાર 19મી જાન્યુઆરીના રોજ જન આક્રોશ યાત્રાનું આયોજન કર્યુ હતું. મોંઘા વેરાની લુંટ બંધ કરો, તાપી નદી બચાઓ, પાર્કિંગ ચાર્જ બંધ કરો, પર્યાવરણની રક્ષા કરો, લારી ગલ્લા પાથરણાવાળાઓને ન્યાય આપોની માંગ સાથે યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં એઆઈસીસી ના મહામંત્રી ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનેતા ડો.તુષાર ચૌધરી તેમજ દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસન અને ભારત સરકારનાં પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી જોડાશે. આ યાત્રાનો મુખ્ય હેતુ સુરત મહાનગર પાલિકાના ભાજપ શાસકો દ્વારા સુરતની પ્રજા સાથે કરવામાં આવતા અન્યાય જેવા વિવિધ મુદ્દાઓ સાથે સુરત મહાનગર પાલિકાના કમિશનરને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતાં.

Exit mobile version