Site icon hindtv.in

જામનગરના કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલનો ભાઈ સકંજામાં.

જામનગરના કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલનો ભાઈ સકંજામાં.
Spread the love

જામનગરના કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલનો ભાઈ સકંજામાં.
ધર્મેશ રાણપરિયા સહિત પાંચ લોકોની જૂનાગઢથી કરી ધરપકડ.
હત્યાની ધમકી, ઉઘરાણી તેમજ ગોંધી રાખ્યાનો ગુનો.

જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા સહિત પાંચ શખ્સો સામે હત્યાની ધમકી, અને પઠાણી ઉઘરાણી તેમજ ગોંધી રાખ્યો હોવાનો ગુનો નોંધાયો છે. જેને પગલે ધર્મેશ રાણપરિયા સહિત પાંચ લોકોની જૂનાગઢથી ધરપકડ કરાય છે

રણજીત સાગર રોડ પર રહેતા સુધાબેન મારકણાએ જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી છે. તેમના પતિ લાલજીભાઈ મારકણાએ આર્થિક તંગીના કારણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેને લઇ પોલીસે જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા સહિત પાંચ શખ્સો સામે હત્યાની ધમકી, અને પઠાણી ઉઘરાણી તેમજ ગોંધી રાખ્યો હોવાનો ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, સુધાબેનના પતિ લાલજીભાઈ સવજીભાઈ બ્રાસ પાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમને ધંધા માટે પૈસાની જરૂર પડતાં ધર્મેશ રાણપરિયા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. શરૂઆતમાં લાલજીભાઈ 10-12 ટકા વ્યાજ ચૂકવતા હતા. જોકે, બાદમાં આર્થિક મુશ્કેલીઓ આવતાં તેઓ વ્યાજ ચૂકવી શક્યા ન હતા. આથી ધર્મેશે પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તે લાલજીભાઈના કારખાને ધસી ગયો હતો, જ્યાં ધમકી આપી બ્રાસ પાર્ટના મશીનો બળજબરીથી ઉઠાવી ગયો હતો. એટલું જ નહીં, ધર્મેશે લાલજીભાઈનું અપહરણ કરીને તેમને લોઢીયા ગામે આવેલા પોતાના ગોડાઉનમાં આશરે 20 દિવસ સુધી ગોંધી રાખ્યા હતા. ત્યાં મુદ્દલ રકમ અને વ્યાજ બળજબરીથી કઢાવવા માટે મારી નાખવાની ધમકીઓ આપી હતી

લાલજીભાઈએ જેઠા હાથલીયા પાસેથી પણ રૂપિયા લીધા હતા. જેઠા હાથલીયા પણ લાલજીભાઈને અવારનવાર રૂબરૂ તેમજ ફોન પર મારી નાખવાની ધમકીઓ આપીને વ્યાજ અને મુદ્દલ રકમની પઠાણી ઉઘરાણી કરીને તેમનું જીવન દુષ્કર બનાવી દીધું હતું. બીજી તરફ, ઉપેન્દ્ર ચાંદ્રા પાસેથી પણ ફરિયાદીના પતિએ વ્યાજે રૂપિયા લીધા હતા. આર્થિક સ્થિતિ ડામાડોળ થતાં તેઓ તેનું વ્યાજ ભરી શક્યા ન હતા. આથી ઉપેન્દ્રએ લાલજીભાઈની SUV કાર બળજબરીથી જપ્ત કરી લીધી હતી. આ ઉપરાંત, કિરીટ ગંઢા અને હરીશભાઈ ગંઢા પાસેથી પણ વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજ ન ભરી શકતા, આ આરોપીઓએ પણ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. તેમણે લાલજીભાઈના ભાણેજ ઉપર ખોટો કેસ કરીને માનસિક ત્રાસ આપ્યો હતો અને વ્યાજ તથા મુદ્દલની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version