સુરત ભાગળ ખાતે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી
226 મી જન્મ જયંતી નિમિત્તે ભક્તોની ભીડ
બુંદેલા વાડ મંદિરે ભક્તોની ઉમટી પડેલી ભીડ
વીરપુરના પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની આજે 226 મી જન્મ જયંતી નિમિત્તે સુરત શહેરના ભાગળ સ્થિત બુંદેલા વાડ ખાતે ના મંદિરમાં જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એમના દર્શન કરવા માટે ભક્તજનો સવારથી ઉંમટી પડ્યા હતા.
બુંદેલા વાડ ખાતેના બાપા ના મંદિરને રંગબેરંગી લાઈટો ની રોશની તેમજ ધજા પટકાઓથી શણગારવામાં આવ્યું હતું અહીંયા ભક્તજનો બાપાના દર્શન કરી અને મહાપ્રસાદ નો લાભ પણ લીધો હતો જેમાં જલારામ બાપાને ભાવતી ખીચડી અને ગુંદી ગાંઠિયા પ્રસાદમાં આપવામાં આવ્યા હતા. વહેલી સવારથી સુરતી જનો નાના બાળકોથી લઇ અને વડીલોની સાથે બાપા ના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા બાપાને દર્શન કરી પુણ્યનું ભાથું બાંધી હતો માત્ર સુરત જ નહીં રાજ્ય નહીં પરંતુ દેશ અને દુનિયાભરમાં બાપાના ભક્તો જ્યાં જ્યાં છે ત્યાં આજે પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યા છે.

