જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં જૈન સાધ્વીનું મોત.

Featured Video Play Icon
Spread the love

જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં જૈન સાધ્વીનું મોત.
ટ્રેક્ટરમાં ભરેલ મગફળીની બોરીઓ જૈન સાધ્વી પર પડી.
અકસ્માતમાં પગપાળા વિહારમાં નીકળેલા સાધ્વીનું મોત.

રાજકોટના જસદણ આટકોટ વચ્ચે ટ્રેક્ટરે સાધ્વીજીને અડફેટે લીધા છે. જેમાં ટ્રેક્ટરની અડફેટે આવતા શ્રુતનિધિજી નામના જૈન સાધ્વીજીનું મોત થયુ છે. તેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાધ્વીજીનું મોત થતા શોકનો માહોલ છવાયો છે. મગફળી ભરેલા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કટરથી કાર કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજકોટના જસદણ આટકોટ વચ્ચે ટ્રેક્ટરે અડફેટે આવતા શ્રુતનિધિજી નામના જૈન સાધ્વીજીનું મોત થયુ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાધ્વીજીનું મોત થતા શોકનો માહોલ છવાયો છે. અકસ્માતમાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ઈજાગ્રસ્તોને આટકોટની કે.ડી. પરવાડી હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ મગફળી ભરેલું ટ્રેક્ટર પલટી ગયું હતું. તેમજ જૈન સાધ્વીઓ જસદણથી જૂનાગઢ તરફ જઈ રહ્યાં હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. જસદણ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં જૈન સાધ્વી શ્રુતનિધિજીનું દુઃખદ અવસાન થતા જૈન સમાજમાં શોકનો માહોલ છે.

જૈન સાધ્વીઓ અને કેટલાક સેવકો જસદણથી જૂનાગઢ તરફ વિહાર કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા ચાર લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જૈન સાધ્વી શ્રુતનિધિજીના નિધનના સમાચાર મળતા જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તોમાં શોક વ્યાપી ગયો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *