Site icon hindtv.in

સુરતમાં જૈન ભગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું

સુરતમાં જૈન ભગવતી  દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું
Spread the love

સુરતમાં જૈન ભગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું
શ્રધ્ધાળુઓને કોઈ તકલીફ ના તે માટે રોડ ઉપર મંડપ બંધાયા
ઉધના તેરાપંથ ભવનખાતે અડધા કિમીના રોડ ઉપર મંડપ બંધાયા

સુરતમાં જૈન સમાજ દ્વારા આગામી તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૫ થી ૦૨ મેં ૨૦૨૫ સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હીટવેવમાં શ્રધ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તે માટેઅડધા કિમીના રોડ ઉપર મંડપ બાંધવામાં આવ્યો છે

સુરતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરતમાં જૈન સમાજ દ્વારા આગામી તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૫ થી ૦૨ મેં ૨૦૨૫ સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અક્ષય તૃતીયા વર્ષીતપ પારણા મહોત્સવ અને જૈન ભગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું છે ત્યારે આ આયોજનને લઇ મોટી સંખ્યામાં સાધુ – સાધ્વીઓ અને જૈન આચાર્યો , મ્હારાજ સાહેબ પધારવાના છે ત્યારે આ તપસ્વીઓના દર્શન માટે સુરતમાંથી મોટી સંખ્યામાં જૈનો આવશે ત્યારે હીટવેવમાં તેમને કોઈ અગવડતા ના પડે તે માટે આગોતરું આયોજન કરાયું છે. ઉધના તેરાપંથ ભવનખાતે અડધા કિમીના રોડ ઉપર મંડપ બાંધવામાં આવ્યો છે જેથી દર્શન અર્થે આવતા શ્રધ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે.

Exit mobile version