Site icon hindtv.in

બે મહિલાઓને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડી

બે મહિલાઓને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડી
Spread the love

બે મહિલાઓને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડી
સોમવારી બજારમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરી
રૂપાબેન વાઘેલા અને હાકરબેન સોલંકીને ઝડપી

સોમવારી બજારમાં ભીડનો લાભ લઈ મહિલાના ગળામાંથી બે લાખ રૂપિયાની સોનાની ચેઇન ચોરી કરનાર બે મહિલાઓને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડી હતી.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ભરાતી સોમવારી બજારમાં ભીડનો લાભ લઈ મહિલાના ગળામાંથી અંદાજે 15 ગ્રામ વજનની, બે લાખ રૂપિયાની સોનાની ચેઇન ચોરી કરવામાં આવી હતી. ઘટનાના આધારે જહાંગીરપુરા પોલીસમાં ગુનો નોંધાયા બાદ સર્વેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન રૂપાબેન વાઘેલા અને હાકરબેન સોલંકી નામની બે મહિલા આરોપીઓને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે તેઓ પાસેથી ચોરાયેલી સોનાની ચેઇન કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

Exit mobile version