Site icon hindtv.in

માંડવીના જગદીશ પારેખ બન્યા સુરત જિલ્લા ભાજપ મહામંત્રી

માંડવીના જગદીશ પારેખ બન્યા સુરત જિલ્લા ભાજપ મહામંત્રી
Spread the love

માંડવીના જગદીશ પારેખ બન્યા સુરત જિલ્લા ભાજપ મહામંત્રી
જગદીશ પારેખની મહામંત્રી તરીકે નિમણૂક, માંડવીમાં ઉજવણી
સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ પારેખ, માંડવીમાં ખુશીની લહેર

માંડવી નગર ભાજપ દ્વારા માંડવી નગરના પનોતા પુત્ર જગદીશભાઈ પારેખની સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લા ભાજપ મહામંત્રી પદે નિયુક્ત થતા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી આનંદનો ઉત્સવ મનાવ્યો.

આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત જિલ્લાના ભાજપ મહામંત્રી તરીકે જગદીશભાઈ પારેખની નિમણુક કરાતા માંડવી નગર ભાજપ દ્વારા ફટાકડા ફોડી કાર્યકરોને મીઠાઈ વહેંચીહતી આ પ્રસંગે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ વિશેષ ઉપસ્થિત રહી જગદીશભાઈ પારેખને પુષ્પહાર પહેરાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે નવનિયુક્ત થયેલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં પણ હું પ્રદેશ કક્ષાની વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યો છું અને સાથે સુરત જિલ્લાના મહામંત્રી તરીકે નિમણૂક કરીમારામાં વિશ્વાસ મૂકી જે જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ રાષ્ટ્રીય કક્ષાનામોવડી મંડળ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમહામંત્રી રત્નાકરજી સુરતજીલા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ તેમજ તમામ નાની અનામી કાર્યકરોનો ખરા હૃદય પૂર્વક આભાર માન્યો હતો. આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ ,પૂર્વ નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી મહામંત્રીશ્રીઓ શાલીનભાઈ, વિજયભાઈ, તેમજ સંગઠન ના હોદ્દેદારો તથા પાલિકાના હોદ્દેદારો તેમજ નાગરિક બેંકના ડિરેક્ટરશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી જગદીશભાઈ પારેખને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા

Exit mobile version