સુરતના સચિન વિસ્તારમાં પરિવાર માટે વરસાદ કાળ બન્યો
સાયકલ લપસતાં એક હેલ્પરનું ઘટના સ્થળે જ કરુણ મોત
સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી
સુરતના સચિન વિસ્તારમાં ભારે વરસાદ વધુ એક પરિવાર માટે કાળ બન્યો હોય તેમ પાણી ભરાયેલા રસ્તા પર સાયકલ લપસતાં એક હેલ્પરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં ભારે વરસાદે અનેકના ઘરને માતમમાં ફેરવી દીધુ હોય તેવી ઘટનાઓ બની છે. ત્યારે સચિનના કનકપુર વિસ્તારમાં રહેતા સંજીત મહંતો ડાયમંડ ઝોન સ્થિત એક કંપનીમાં છેલ્લા સાત હાથ વર્ષથી હેલ્પર તરીકે કામ કરતા હતા. અને મંગળવારે નોકરી પૂર્ણ કર્યા બાદ તેઓ સાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાયેલા માર્ગ પર તેમની સાયકલ અચાનક લપસી જતાં સંતુલન ગુમાવ્યું હતું. પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેઓ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નિપજ્યુ હતું. બનાવને લઈ સચીન જીઆઈડીસી પોલીસે ત્વરિત સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ પીએમ અર્થે સિવિલમાં ખસેડાયો હતો. જ્યારે સંજીત મહંતોના મોતને લઈ પરિવાર પર આભ તુટી પડ્યુ હતું.

