સુરતમાં દિવાળી પહેલાં હીરાનું કારખાનું બંધ કરી માલિક ફરાર થયાનો આક્ષેપ
30થી વધુ રત્નકલાકારોનો 60 ટકા પગાર બાકી, દિવાળી પહેલાં મુશ્કેલી
પગાર ન મળતાં રત્નકલાકારોએ ન્યાય માટે ડાયમંડ વર્કર યુનિયનના દ્વાર ખખડાવ્યા
સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી પહેલા જ રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાયા હોય તેમ હીરાનું કારખાનું બંધ કરી માલિક ફરાર થઈ ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 30થી વધુ રત્નકલાકારોનો 60 ટકા પગાર બાકી હોવાના કારણે દિવાળી પહેલાં જ કામદારો મુશ્કેલીમાં મુકાયા છે. તમામ રત્નકલાકારો ન્યાયની આશાએ ડાયમંડ વર્કર યુનિયન પાસે પહોંચ્યા છે.
સુરતમાં દિવાળીના તહેવાર પહેલાં જ રત્નકલાકારોની ચિંતામાં વધારો થયો છે. હીરાનું કારખાનું બંધ કરી માલિક ફરાર થઈ ગયાનો આક્ષેપ સામે આવ્યો છે. આ ઘટનામાં 30થી વધુ રત્નકલાકારોનો 60 ટકા પગાર બાકી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તહેવારોના સમયે પગાર નહીં મળતાં રત્નકલાકારોની હાલત કફોડી બની છે. એક તરફ દિવાળીના ખર્ચા અને બીજી તરફ પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી સ્થિતિમાં કામદારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પોતાની બાકી નીકળતી રકમ મેળવવા માટે તમામ રત્નકલાકારો ડાયમંડ વર્કર યુનિયન પાસે પહોંચ્યા હતાં.

