Site icon hindtv.in

સુરતમાં આઈટી એન્જિનિયરનાં આપઘાત કેસમાં ઘટસ્ફોટ.

સુરતમાં આઈટી  એન્જિનિયરનાં આપઘાત કેસમાં ઘટસ્ફોટ.
Spread the love

સુરતમાં આઈટી એન્જિનિયરનાં આપઘાત કેસમાં ઘટસ્ફોટ.
દુકાનમાંથી છરો ખરીદતા સીસીટીવી સામે આવ્યા.
યુવકે છરો ખરીદી હોટલમાં જઈને પોતાનું ગળું-હાથ કાપ્યા.
પત્ની હોટલ પર પહોંચે તે પહેલા જ લગાવી હતી મોતની છલાંગ.

સુરતમાં વેસુની હોટલમાંથી નીચે પટકાયા બાદ ઇજાગ્રસ્ત અવસ્થામાં મળેલા ડુમસ રોડના સોફ્ટવેર એન્જિનિયરે આત્મહત્યા કરી હોવાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. સોફ્ટવેર એન્જિનિયરના શરીર પરથી મલ્ટિપલ ઇજાના નિશાનો મળી આવ્યા હતા. જાતે જ ઈજા કરી હોવાનું અનુમાન હાલ પ્રાથમિક રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે. જો કે આ સોફ્ટવેર એન્જિનિયર મોટો રેમ્બો છરો ખરીદતો પણ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતના મગદલ્લા રોડ પર આવેલ વીરભદ્રા હાઈટ્સમાં રહેતા 35 વર્ષીય અક્ષત જિગ્નેશભાઈ શાહ પત્ની અને દોઢ વર્ષનો પુત્ર, માતા-પિતા અને ભાઈ સહિતના પરિવાર સાથે રહેતો હતો. બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને પત્ની ડૉક્ટર છે. અક્ષય બેંગલોર આઈઆઈટીમાં પાસ આઉટ થયેલો છે. અક્ષત બેંગ્લોરની ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી વર્ક ફ્રોમ હોમથી કામ કરતો હતો. સોફ્ટવેર એન્જિનિયર અક્ષત શાહ ગત મંગળવારે બપોરે ઘરેથી ઓફિસના કામ માટે જવાનું કહીને નીકળ્યો હતો. દરમિયાન સાંજે પાંચ વાગ્યાના અરસામાં વેસુ વિસ્તારની આગમ વીવીયાના હોટેલમાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેમાં તેના શરીરના ગળા, હાથ અને પગમાં ચાકુના ઘા મારેલ હતા. શંકાસ્પદ આ બનાવ અંગે વેસુ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી, પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેને કબજે કરી છે.

અક્ષત શાહના મૃતદેહનું પોલીસે નવી સિવીલ હોસ્પિટલમાં ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ. જેમાં તેના શરીર ઉપર મલ્ટીપલ ઇજા, ચોથા માળેથી પડતુ મુકતા તેના માથા, જાંઘના ભાગે ઇજા થતાં મોત નિપજયુ હતુ. જેમાં તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જણાયુ છે. છતાં મૃતકના પરિવાર દ્રારા તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કરતાં પોલીસે મોબાઈલ ફોન કબજે કરીને કોલ ડિટેઇલ અને સીસી ટીવી કેમેરાના કુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મૃતક અક્ષત બપોરે 1.27 કલાકે આગામ વીવીયાનાની એલિગન્ટ હોટલમાં જતો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો. સાથે જ ચોથા માળેથી નીચે પટકાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે જ પોલીસ તપાસમાં અક્ષતે હોટલની નજીકમાં જ આવેલી એક દુકાન પરથી રેમ્બો છરાની ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે. આ દુકાનમાં 1.14 કલાકે રેમ્બો છરો ખરીદી કરીને જતો સીસીટીવી માં કેદ થઈ ગયો છે.

Exit mobile version