રાજકોટમાં નકલી પોલીસ બની તોડબાજી કરતો ઈસમ ઝડપાયો.

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં નકલી પોલીસ બની તોડબાજી કરતો ઈસમ ઝડપાયો.
પોલીસે સંદીપ રામાવત નામના વ્યક્તિની કરી ધરપકડ.
પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પડાવતો હતો પૈસા.

રાજકોટ શહેરમાં પોલીસની ઓળખ આપીને લોકો પાસે તોડબાજી કરતા એક ભેજાબાજ શખ્સને અસલી પોલીસે દબોચી લીધો છે.

રાજકોટના જાણીતા હેમુ ગઢવી હોલ પાસેથી સંદીપ રામાવત નામના શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો છે, જે લાંબા સમયથી નકલી પોલીસ બનીને લોકો પાસેથી નાણાં પડાવતો હોવાનું બહાર આવ્યું છે. આરોપી સંદીપ રામાવત રસ્તા પર પસાર થતા વાહનચાલકો કે સામાન્ય નાગરિકોને અટકાવી પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપતો હતો.

કાયદાકીય કાર્યવાહીનો ડર બતાવી તે લોકો પાસેથી પતાવટના નામે રોકડા પૈસા પડાવતો હતો. પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ પોલીસના નામે ઉઘરાણા કરી રહ્યો છે, જેના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી લેવાયો હતો. પોલીસે ધરપકડ દરમિયાન આરોપી પાસેથી 30,000 રોકડા, ગુનામાં વપરાયેલું સાધન એમ બાઈક અને રોકડ મળીને અંદાજે 80,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસે આરોપી સંદીપ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *