Site icon hindtv.in

સુરતમાં પેઢીમાં રોકાણ કરાવી ફ્લેટના નામે ઠગાઈ

સુરતમાં પેઢીમાં રોકાણ કરાવી ફ્લેટના નામે ઠગાઈ
Spread the love

સુરતમાં પેઢીમાં રોકાણ કરાવી ફ્લેટના નામે ઠગાઈ
કરોડો રૂપિયા પડાવી લેનાર ઠગ બિલ્ડરને ઈકો સેલની ટીમે ઝડપ્યો
ઠગ બિલ્ડર પિંકેશ સુરેશ પટેલની ધરપકડ કરી

સુરતમાં પેઢીમાં રોકાણ કરાવી ફ્લેટ અપાવવાના બહાને કરોડો રૂપિયા પડાવી લેનાર ઠગ બિલ્ડરને ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરતમાં ઠગાઈના અવનવા પેંતરા ઠગો અજમાવતા હોય છે. ત્યારે સુરતના બિલ્ડર પિંકેશ સુરેશ પટેલએ જહાંગીરપુરા ખાતે આવેલ ગેલેક્ષી ઈન્ફ્રાકોન પેઢીના ગેલેક્સી બંગ્લોઝમાં મકાન અપાવવાની વાત કરી ફરિયાદી પાસેથી 1.30 કરોડ રૂપિયા પડાવી લીધા હતાં. જો કે તે મકાન અન્યોને પણ વેંચી મરાયો હોય આખરે ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલમાં ફરિયાદ નોંધાતા ઈકો સેલની ટીમે ઠગ બિલ્ડર પિંકેશ સુરેશ પટેલની ધરપકડ કરી હતી. તો આરોપી વિરૂદ્ધ અગાઉ પણ પાલ પોલીસ મથકમાં 3.22 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ઈકો સેલે હાથ ધરી છે.

Exit mobile version