Site icon hindtv.in

સુરતમાં સણીયા હેમાદ ગામના મિલકત ધારકોની મુખ્યમંત્રીને રજુઆત

સુરતમાં સણીયા હેમાદ ગામના મિલકત ધારકોની મુખ્યમંત્રીને રજુઆત
Spread the love

સુરતમાં સણીયા હેમાદ ગામના મિલકત ધારકોની મુખ્યમંત્રીને રજુઆત
મનપાના અધિકારીઓની થતી હેરાનગતિનો વિરોધ
મનપાના અધિકારીઓ દરરોજ હેરાનગતી કરીને બાંધકામ અટકાવે છે

સુરતમાં સણીયા હેમાદ ગામના મિલકત ધારકો દ્વારા એક સાથે ભેગા થઈ સુરત મનપાના અધિકારીઓની થતી હેરાનગતિનો વિરોધ કર્યો હતો અને હવે સુરત આવેલા મુખ્યમંત્રીને રજુઆત કરવા પહોંચ્યા હતાં.

સુરત મહાનગર પાલિકાના અદિકારીઓની હેરાનગતીથી કંટાળી સણીયા હેમાદ ગામના મિલકત ધારકો માં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સણીયા હેમાદ ગામ મીલકત ધારકો મનપા ના અધિકારીઓ દરરોજ હેરાનગતી કરીને બાંધકામ અટકાવવાના પ્રયાસો કરતા હોય જેને લઈ મિલકત ધારોએ વિરોધ કર્યો હતો અને રસ્તા પર બેસી જઈ મનપાના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતાં. સાથે હવે સણીયા હેમાદ ગામના રહિશો પોતાની રજુઆતને લઈ સુરત આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે જવા રવાના થયા હતાં. આશરે 500 જેટલા લોકોએ મુખ્યમંત્રી પાસે જતા પહેલા દેખાવ કર્યા હતાં. તો શું માંગણી કરી રહ્યા છે સણીયા હેમાદ ગામના મિલ્કત ધારકો સાંભળીયે.

Exit mobile version