Site icon hindtv.in

સાબરકાંઠાના પ્રાંતિજ ભાજપમાં આંતરિક વિખવાદ

સાબરકાંઠાના પ્રાંતિજ ભાજપમાં આંતરિક વિખવાદ
Spread the love

સાબરકાંઠાના પ્રાંતિજ ભાજપમાં આંતરિક વિખવાદ
પ્રદેશ ભાજપ સંગઠને તમામ નારાજ નેતાઓને બોલાવ્યા
15 કોર્પોરેટરો અને હોદ્દેદારોના સામૂહિક રાજીનામા

સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં પાલિકાના મહિલા પ્રમુખ અને તેમના પતિ સામે મનમાનીના ગંભીર આક્ષેપો કરી ભાજપના ૧૫ કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાં આપ્યા છે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના શાસક પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના મહિલા પ્રમુખ અનિતાબહેન પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે વહીવટમાં મનમાની કરવાના ગંભીર આક્ષેપો સાથે ભાજપના 15 કોર્પોરેટરોએ એકાએક બળવો કર્યો છે. આ નારાજ સભ્યોએ ભેગા મળીને પોતાનો સહીઓ વાળો સામૂહિક રાજીનામાનો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને મોકલી આપ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ ભાજપના મોટો ભૂકંપ સર્જાયો છે. એકાએક 15 સભ્યોએ બળવો પોકારતા જિલ્લા અને પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારો ચોંકી ઊઠ્યા છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે સંગઠન દ્વારા નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જણવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા ભાજપ પ્રમુખ આ 15 સભ્યોના રાજીનામા સ્વીકારે છે કે પછી સમજાવટથી આ આંતરિક ભડકાને શાંત પાડવામાં સફળ રહે છે.

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ નગરપાલિકાના કુલ સંખ્યાબળ અને વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો ભાજપ અહીં સ્પષ્ટ બહુમતી સાથે મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ આ આંતરિક જૂથવાદે ચિત્ર બદલી નાખ્યું છે. પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકો છે, જેમાંથી 19 બેઠકો પર ભાજપના કોર્પોરેટરો ચૂંટાયેલા છે. ભાજપના આ 19 કોર્પોરેટરોમાંથી 14 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ મોરચો માંડીને રાજીનામું આપી દીધું છે. એટલે કે શાસક પક્ષના 80 ટકા જેટલા સભ્યો અત્યારે પ્રમુખની સામે થઈ ગયા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version