પાટણ નગરપાલિકામાં આંતરિક વિખવાદ.
પ્રમુખ અને 6 સભ્યો વચ્ચેનો વિખવાદ સામે આવ્યો.
શાસક પક્ષના 6 સભ્યો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને પત્ર.
ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત એક ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. પાલિકાના મહિલા પ્રમુખ હિરલબેન પરમારે પોતાના જ શાસક પક્ષના છ સુધરાઈ સભ્યોની ગતિવિધિઓથી નિરાશ થઈને આખરે મુખ્યમંત્રી પાસે મદદ માટે ગુહાર લગાવી છે. પ્રમુખે મુખ્યમંત્રીને સીધો પત્ર લખીને ફરિયાદ કરતા પાટણ ભાજપના આંતરિક રાજકારણના ધજાગરા થયા છે.
ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના મહિલા પ્રમુખ અને છ સદસ્યો વચ્ચેનો વિવાદ હવે વધુ વકર્યો છે. પ્રમુખ હિરલબેન પરમારે પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે પાટણના વિકાસના કામોમાં કેટલાક સદસ્યો રોડા નાખી રહ્યા છે. ગત મહિને મળેલી સામાન્ય સભામાં 25 જેટલાં મહત્ત્વના કામો મંજૂર કરવાના હતા. પરંતુ, આ વિકાસના કામોને મંજૂરી આપવાને બદલે, શાસક પક્ષના છ સભ્યોએ કોંગ્રેસ પક્ષનો ટેકો લઈને આ કામોને મુલતવી રખાવ્યા હતા. શાસક પક્ષના જ સભ્યોએ વિપક્ષ સાથે મળીને વિકાસના કામો અટકાવતા આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ જ કારણોસર નિરાશ થઈને પ્રમુખે અંતે રાજ્યના મુખ્યમંત્રીને હસ્તક્ષેપ કરવા અને પાટણના વિકાસના કામોને આગળ વધારવા માટે અપીલ કરી છે.
પ્રમુખ દ્વારા ખુદ પક્ષના સભ્યો સામે કરાયેલી આ ફરિયાદથી પાટણ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે અને હવે જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રી આ આંતરિક વિખવાદમાં કેવો હસ્તક્ષેપ કરે છે. ગત શુક્રવારે રજાનો દિવસ હોઇ શનિવારે વહેલી સવારે તેઓ પાલિકામાં આવતા તેમની ચેમ્બરના સ્થળે મુલાકાતે કક્ષ લખેલું હોઇ તેમનું ટેબલ કે ખુરશી કે કોઈ સામાન અંદર જોવા ના મળતા ચોકી ગયા હતા.તેમના ભાજપના જૂથના સભ્યો સ્થળ ઉપર આવી તેમની જાણ બહાર ચેમ્બર બંધ કરવા મામલે ભારે હોબાળો કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બાદમાં પાલિકા ઉપપ્રમુખ હીનાબેન શાહ,મનોજ પટેલ શૈલેષ પટેલ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પહોંચ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

