Site icon hindtv.in

સુરતમાં મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

સુરતમાં મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
Spread the love

સુરતમાં મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
ગોડાદરા પોલીસે કિશોર સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા
35 મોબાઈલ ફોન સહિત લાખોની મત્તા કબ્જે
બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને શાકભાજી માર્કેટમાં કરતી હતી ચોરી

સુરતમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને શાકભાજી માર્કેટ જેવી ભીડભાડવાળી જગ્યાએ લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો ગોડાદરા પોલીસે પર્દાફાશ કરી કિશોર સહિત બેને ઝડપી પાડી 35 મોબાઈલ ફોન સહિત લાખઓની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં ભીડભાડવાળી જગ્યાએ મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો હોય તેમ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને શાકભાજી માર્કેટમાં લોકોની નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેતી ગેંગના દિલબરકુમાર અર્જુન મંડલ અને એક બાળ કિશોરને ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યા હતાં. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના 35 મોબાઈલ ફોન મળી આવ્યા છે. જેમાં આઈફોન, સેમસંગ, વિવો, ઓપ્પો સહિતની જાણીતી કંપનીઓના મોબાઈલ સામેલ છે. આમ ગોડાદરા પોલીસે 7 લાખ 53 હજાર 998 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આરોપીઓની પૂછપરછમાં સુરત શહેર ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. હાલ તો ગોડાદરા પોલીસે અંકલેશ્વર રેલવે, ભરૂચ રેલવે, નવસારી, સુરતના પુણા, પાંડેસરા, મહિધરપુરા, લાલગેટ, ઉત્રાણ અને ગોડાદરા પોલીસ સ્ટેશનના કુલ 14 ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા હતાં. જ્યારે આ કેસમાં અમર કુમાર મહંતો હજુ વોન્ટેડ છે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

Exit mobile version