Site icon hindtv.in

રેલ્વેમાં અને અમદાવાદ વિસ્તારમાં આંતર રાજ્ય ગેંગ

રેલ્વેમાં અને અમદાવાદ વિસ્તારમાં  આંતર રાજ્ય ગેંગ
Spread the love

રેલ્વેમાં અને અમદાવાદ વિસ્તારમાં આંતર રાજ્ય ગેંગ
સાંસી ગેંગ વિરૂદ્ધ સુરત રેલ્વે પોલીસ દ્વારા ગુજસીટોક
રેલ્વેના એસ.પી અભય સોની દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ

રેલ્વેમાં અને અમદાવાદ વિસ્તારમાં અનેક ગુનાઓને અંજામ આપતી આંતર રાજ્ય ગેંગ સાંસી ગેંગ વિરૂદ્ધ સુરત રેલ્વે પોલીસ દ્વારા ગુજસીટોકનો ગુનો નોંધાયો છે.

પશ્ચિમ રેલ્વેમાં અને અમદાવાદ વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલી ટોળકી સામે સુરત રેલ્વે પોલીસે ગુજસીટોકનો હથિયાર ઉગામ્યો છે. ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં રેલ્વે મુસાફરોની કિંમતી સામાનોની ચોરી કરી સંગઠીત ટોળકી રીતે ત્રાસ મચાવતી ટોળકી સુરત રેલ્વે પોલીસના ગુનામાં ઝડપાઈ હોય જેથી આરોપીઓનો ભુતકાળ જોયા બાદ સુરત રેલ્વે પોલીસ દ્વારા ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. સુરત રેલ્વે પોલીસે રજબિરસિંગ ઉર્ફે રાજવીરસિંગ ઓમપ્રકાશ સાંસી, મેનપાલ ઉર્ફે ટેની ઉર્ફે જયકરણ સાધુરામ માડુરામ સાંસી, સન્ની ઉર્ફે ગની નરેશ સાંસી, જગદીશચંદ્ર ચરનદાસ સાંસી, સતબીર બનવારી સાંસી, સુનિલ ધર્મપાલ સાંસી, રવિસિંગ રઘુવીરસિંગ સાંસી અને મિન્ટુ મહેન્દ્રસિંહ સાંસી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો હોય જે અંગે રેલ્વેના એસ.પી. અભય સોની દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.

Exit mobile version