વર્લ્ડ યુનિ. ગેમ્સમાં ગુજરાતની દીકરી સાથે અન્યાય
દેવયાનીબાની એન્ટ્રી કરવામાં ભુવનેશ્વરની યુનિ.નો છબરડો
પપ્પા લિસ્ટમાં મારું નામ જ નથી કહી રડવા લાગી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ એથ્લિટ દેવયાનીબા ઝાલા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્ટ થતા યુનિવર્સિટીને મેડલની આશા હતી.પરંતુ, ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીએ એન્ટ્રી કરવામાં ભૂલ કરતા જર્મનીમાં 21મી તારીખે યોજાયેલી 400 મીટર દોડની સ્પર્ધામાંથી દેવયાનીબાને બાકાત કરી દેવાતા મેડલનું સપનું રોળાયું હતું.
વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્પસમાં પહોંચેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ એથ્લેટ્સનું મેડલનું સપનું રોળાતા સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરવામાં આવી છે. આ મામલે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ સક્રિય બની છે અને એન્ટ્રી કરવાની જેની જવાબદારી હતી તે ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીને મેઈલ કરી ખુલાસો પૂછવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મામલે તમામ સ્તરે રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી છે.
આ વિવાદ સામે આવતા હવે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા પગલાં લેવાનું શરૂ કરાયું છે. જેના ભાગરૂપે જોઈન્ટ સેક્રેટરી બલજીત સિંઘ શેખોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તેમજ તપાસ સમિતિ બનાવી છે. જેમાં ચાર સભ્યોની પેનલમાં ચેરમેન તરીકે છત્તીસગઢની ગુરુ ઘસીદાસ યુનિવર્સિટીના કુલપતિ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ડો. આલોક ચક્રવાલને મુકવામાં આવ્યા છે. તપાસ સમિતિના ચેરમેન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોવાથી તેમની પાસે આ યુનિવર્સિટીને તટસ્થ તપાસની આશા છે અને દીકરી દેવયાનીબા ઝાલાને ન્યાય મળે તેવી અપેક્ષા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ વિગતવાર માહિતી આપી છે
હાલ તે 23 વર્ષની છે. છેલ્લા 5 વર્ષથી ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ મેળવી રહી હતી.તેનો 53.17 સેકન્ડનો પર્સનલ બેસ્ટ રેકોર્ડ હોવા છતાં તેને વર્લ્ડ યુનિવર્સિટી ગેમમાં રમવા દેવામાં ન આવી. ભારતમાં 400 મીટર દોડમાં પસંદગી પામેલી બે ખેલાડીઓમાંથી એકમાત્ર ખેલાડી હતા. જે પણ પ્રથમ ક્રમે હતા છતાં પણ તેમને રમવા દેવામાં ન આવ્યા. આ ભૂલ નહીં પરંતુ ષડયંત્ર હોય તેવું લાગે છે. મારી દીકરીને ન્યાય મળે તેવી માંગણી છે કારણ કે તેનું સ્વપ્ન ઓલમ્પિક સુધી પહોંચવાનું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

