સુરતના અશ્વીનીકુમાર રોડ પર ઈન્ડસ્ટ્રી
રેસિડેન્ટ ઝોનમાં ઈન્ડસ્ટ્રીનુ કામ શરૂ કરાતા વિરોધ
સોસાયટીના રહિશો દ્વારા વિરોધ કરાયો
સુરતના અશ્વીનીકુમાર રોડ પર રેસિડેન્ટ ઝોનમાં ઈન્ડસ્ટ્રીનુ કામ શરૂ કરાતા સ્થાનિક આજુબાજુની સોસાયટીના રહિશો દ્વારા વિરોધ કરાયો હતો.
સુરત શહેરના અશ્વિનીકુમાર રોડ ઉપર આવેલ પ્લોટ નંબર ટી.પી. સ્કીમ નંબર 4 થી 23નો વિરોધ રાયો છે. ફાયનલ પ્લોટ નંબર 4 થી 23ની જગ્યા રેસીડેન્સલ જગ્યા છે જે જગ્યા ઉપર એન્થમ અને મહેક પાર્ક દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો કરવામાં આવશે. જોકે બાજુમાં 4 સોસાયટીઓ આવી છે જે નિયમ પ્રમાણે પ્લોટ ઉપર રેસીડેન્સન હોય છે પરંતુ પાલિકા દ્વારા અહીં ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો ઊભું કરવાની પરમિશન કઈ રીતે આપી શકે? ત્યારે ઇન્ડસ્ટ્રી ઉભી થશે તો ભવિષ્યમાં અહીં પ્રદૂષણ સમસ્યા ઊભી થશે. જેથી ધર્મિષ્ઠા પાર્ક, શ્યામ સુંદર સોસાયટી, ડાયમંડ નગર, સેન્ટર પાર્ક તથા અન્ય સોસાયટીના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં 200થી વધુ લોકો જોડાયા અને સવાલ કર્યા હતા કે રેસિડેન્ટ ઝોનમાં ઇન્ડસ્ટ્રી ને કઈ રીતે પરમિશન અપાય?…

