Site icon hindtv.in

અમેરિકાના ડલાસમાં ભારતીયની હત્યા

અમેરિકાના ડલાસમાં ભારતીયની હત્યા
Spread the love

સુરત : અમેરિકાના ડલાસમાં ભારતીયની હત્યા
માથું ધડથી અલગ કરી દેવાયું
યુવકની પત્ની-પુત્રની સામે જ કરપીણ હત્યા
કપાયેલા માથાને ફૂટબોલની જેમ લાત મારી

અમેરિકાના ડલાસમાં એક મોટેલમાં એક ભયાનક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક ભારતીય વ્યક્તિનું માથું કુહાડી વડે ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના બુધવારે એક મોટેલમાં બની હતી. મૃતક 50 વર્ષીય ચંદ્ર નાગા મકલ્લૈયા હતા, જેઓ મૂળ દક્ષિણ ભારતના હતા અને બારડોલીના ખોજ ગામના એક એનઆરઆઈ પાસેથી આ મોટેલ લીઝ પર લઈને ચલાવતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે મોટેલમાં રહેતા 37 વર્ષીય ઈમિગ્રન્ટ યોર્દાનીસ કોબોસ-માર્ટિનેઝ અને ચંદ્ર નાગા મકલ્લૈયા વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડા દરમિયાન કોબોસ-માર્ટિનેઝ ગુસ્સે ભરાયો અને તેણે એક કુહાડી કાઢીને નાગા મકલ્લૈયા પર હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે તે તેને સતત મારતો રહ્યો, જ્યાં સુધી તેમનું માથું ધડથી અલગ ન થઈ ગયું. ​ઘટના બાદ તરત જ ડલાસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી કોબોસ-માર્ટિનેઝને લોહીથી લથપથ હાલતમાં અને કુહાડી સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર કેપિટલ મર્ડર (ગંભીર ગુના માટે હત્યા)નો આરોપ મૂકવામાં આવ્યો છે. ​આરોપીનો ગુનાહિત ઇતિહાસ: ​પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યોર્દાનીસ કોબોસ-માર્ટિનેઝનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. વર્ષ 2017માં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. સાઉથ લેક તાહો પોલીસે તેની ત્યારે ધરપકડ કરી હતી જ્યારે તે નગ્ન અવસ્થામાં એક 22 વર્ષીય મહિલાની ગાડી ચોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે તેણે મહિલાને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને પોતે અંદર ઘૂસીને કાર ચોરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે મહિલા પણ કારમાં જ હતી. ​આ ઘૃણાસ્પદ હત્યાએ ડલાસમાં વસતા ભારતીય સમુદાયમાં શોક અને ભયની લાગણી ફેલાવી છે. સ્થાનિક પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Exit mobile version