Site icon hindtv.in

ભાવનગરમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ પકડાયો

ભાવનગરમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ પકડાયો
Spread the love

ભાવનગરમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ પકડાયો
કુલ ૯,૪૯,૨૦૦ ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપ્યા

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૪૮ તથા બિયર ટીન નંગ-૧૦૩૨ ૪,૨૪,૨૦૦ સહિત કુલ ૯,૪૯,૨૦૦ ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષકનાંઓએ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતાં વિદેશી દારૂની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. તા.૦૭ ઓગસ્ટના રોજ એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, ’એક સફેદ કલરનો અશોક લેલન્ડ કં૫નીનો બડા દોસ્ત લોડીંગ વાહન રજી. નંબર-GJ-01-JT-2103 ના આગળના ભાગે ઉપર મારૂતી નંદન લખેલ છે. જે બડા દોસ્તના ડાગળામાં શાકભાજીની આડમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી બરવાળાથી વલ્લભીપુર તરફ આવી રહેલ છે અને તેની આગળ એક સિલ્વર કલરની સ્વીફટ કાર પાયલોટીંગ કરે છે. જે બાતમી આધારે કાનપર ગામ બરવાળા-વલ્લભીપુર હાઇ-વે રોડ ઉપર કેરી નદીના પુલ પાસે રેઇડ કરતાં કારમાંથી શાકભાજીના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ફોર સેલ ઇન મધ્ય પ્રદેશ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો તથા બિયર ટીન મળી આવેલ. જેથી આ અંગે ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેમાં આરોપીઓ 1.સરફરાજભાઇ વાહીદભાઇ ગોહિલ 2.રવીભાઇ અમરાભાઇ રાઠોડ 3.લલીતભાઇ ઉર્ફ લાલો પરશોતમભાઇ જમોડ 4.જલ્પાબેન કાળુભાઇ ખેરાળાની ધરપકડ કરી છે અને 1.સવજીભાઇ બારૈયા 2.સંજયભાઇ પરમાર 3.અજયભાઇ ઉર્ફે ફાંફોને પકડવાના બાકી છે.

Exit mobile version