ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026 માં વિધ્ન નાંખવાના આક્ષેપ
સુરતમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીના પુતળાનુ દહન
ભારતની વૈશ્વિક છબીને ખરડવાનો કોંગ્રેસ દ્રારા પ્રયાસ
ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026 માં વિધ્ન નાંખવાના આક્ષેપ સાથે સુરતમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીના પુતળાનુ દહન કરાયુ હતું.
દિલ્હીમાં ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026નુ આયોજન કરાયુ છે. જો કે આ સમિટમાં વિધ્ન નાંખવાના આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આક્ષેપો કરાયા હતાં. અને ભારતની વૈશ્વિક છબીને ખરડવાનો કોંગ્રેસ પ્રયાસ કરતી હોવાના આક્ષેપો કર્યા હતાં. સાથે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધ માનસિકતા અંગે ગંભીર આક્ષેપો કરી ભારે સુત્રોચ્ચાર અને નારેબાજી બાદ અઠવાગેટ ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસનુ પુતળા દહન કર્યુ હતું.
