ભરૂચ જિલ્લા ભાજપના સંગઠન મંત્રીના પતિની અપક્ષ ઉમેદવારી.
નયના વકીલના પતિ નીતિન વકીલે અપક્ષ ઉમેદવારી નોંધાવી.
ભરૂચ ભાજપમાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવતા જ ભારે ઉત્તેજના ફેલાઈ છે. ટિકિટ કપાતા કેટલાક દાવેદારો નારાજ થયાં છે. ત્યારે ભરૂચ ભાજપમાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવતા જ ભારે ઉત્તેજના ફેલાઈ છે. ટિકિટ કપાતા કેટલાક દાવેદારો નારાજ થયાં છે. ત્યારે ભરૂચ ભાજપમાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચમાં ભાજપના સંગઠન મંત્રી નયનાબેન વકીલના પતિએ અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
ભરૂચમાં ભાજપના સંગઠન મંત્રી નયનાબેન વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે ભાજપમાં શિક્ષિતોને નજર અંદાજ કરાયા હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રવીણ મોદી,જાગૃતિ આંદાવાલા,નીતિન વકીલ અને યોગીતા પટેલે ઉમેદવારી નોંધાવી છે. ગત ચૂંટણીમાં ભાજપમાંથી જીતેલા નીતિન વકીલે વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના જ સંગઠન મંત્રીના પતિએ અપક્ષ ઉમેદવારી કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

