ભાવનગરમાં સ્વાતંત્રતા દિવસની ઉજવણી
સર તખ્તસિંહજી હોસ્પિટલ અને સરકારી મેડીકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે
૮૦ માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવેલ.
ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ અને સરકારી મેડીકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે ૮૦ માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવેલ.
૮૦ માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કાર્યક્રમમા ડીન, તબીબી અધિક્ષક તેમજ હોસ્પિટલ અને મેડીકલ કોલેજના તમામ તબીબ મીત્રો, તમામ નર્સિંગ કર્મચારી ગણ, યુવા વિધ્યાર્થી વિધ્યાર્થીનીઓ બહોળી સંખ્યામા હાજર રહેલ. આવનાર પ્રજાસત્તાક દિન એટલે કે તા. ૨૬ જાન્યુઆરી 2027 સુધીના સમયગાળા દરમિયાન નિવૃત થનાર સર ટી. હોસ્પિટલ – મેડિકલ કોલેજ – નર્સિંગ કોલેજના અધિકારી અને કર્મચારીઓનુ તેમની સેવાઓ બદલ શાલ ઓઢાડી સન્માન કરવામા આવેલ. હોસ્પિટલ ખાતે અલગ અલગ વોર્ડ/વિભાગ, વોર્ડની બહારનો લોબીનો એરીયા અને કેમ્પસના એરીયા પૈકિ સૌથી સ્વચ્છ એરીયાને પ્રથમ – દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી, જે તે એરિયામા કામગીરી કરતા સ્વચ્છતાના કર્મચારીઓ – સિક્યોરિટી કર્મચારી – ઇન્ચાર્જ નર્સિંગ કર્મચારી ને સન્માનીત/બિરદાવવામા આવેલ. તેમજ સ્વચ્છતા રાખવા બાબત અરસ પરસ વિભાગો વચ્ચે તંદુરસ્ત હરીફાઈ કરવા માટે આહવાહન કરવામાં આવેલ. સર ટી હોસ્પિટલ ના એન.આઈ.સી.યુ. વિભાગ ખાતે મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવતા ડો. ગણેશ હાલમાંજ કોણ બનેગા કરોડપતિના એપિસોડમાં પ્રસારિત થયેલ હોય, તેમની સંઘર્ષપૂર્ણ જીવનકથાથી સૌને પ્રેરણા લેવા અને ડો. ગણેશને સિધ્ધિ બદલ સન્માનિત કરવામાં આવેલ. વંદે માતરમ્ રાષ્ટ્રગીતની ૧૫૦ મી સાલ ગિરાહ નિમિત્તે વંદે માતરમ્ રાષ્ટ્રગીત પ્લે કરવામાં આવેલ. હાજર સૌ વ્યક્તિઓ દ્વારા રાષ્ટ્રગીતની સાવધાન મુદ્રામાં સંપૂર્ણ માન આપવામાં આવેલ. અંતમાં માતૃભૂમિ એવા ભારતમાતાની આરતી સાથે કાર્યક્રમ પૂર્ણ ઘોષિત કરવામાં આવેલ

