Site icon hindtv.in

સુરતના વરાછા વિસ્તારમાં દબાણ હટાવતા સમયે અભદ્ર શબ્દો

સુરતના વરાછા વિસ્તારમાં દબાણ હટાવતા સમયે અભદ્ર શબ્દો
Spread the love

સુરતના વરાછા વિસ્તારમાં દબાણ હટાવતા સમયે અભદ્ર શબ્દો
ઝોનના અધિકારી દ્વારા વૃદ્ધાને અભદ્ર શબ્દો બોલાયા
મેયર દ્વારા તપાસના આદેશ અપાયા

સુરતના વરાછા વિસ્તારમાં દબાણ હટાવવાના સમયે ઝોનના અધિકારી દ્વારા વૃદ્ધાને અભદ્ર શબ્દો બોલાયા હોય જે મામલે મેયર દ્વારા તપાસના આદેશ અપાયા છે.

સુરતના વરાછા વિસ્તારમાં હાલ દબાણ હટાવો ઝુંબેશ શરૂ થઈ ગઈ છે ત્યારે દબાણ દુર કરવા સમયે વૃદ્ધ મહિલા સાથે થયેલ અભદ્ર શબ્દો બોલવાને લઈ તપાસ સોંપાઈ છે. ઝોનના અધિકારી ભટ્ટ સાહેબ ઉર્ફે હિતેશ બ્રહ્મભટ્ટને શો કોઝ નોટિસ અપાઈ છે. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી સુધી આ વાત પહોંચતા તપાસના આદેશ આપ્યા હતા. જેમાં હિતેશ બ્રહ્મભટ્ટ વરાછા ઝોનમાં દબાણ ખાતાના અધિકારી તરીકે કામગીરી કરે છે જેઓએ દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન 65 વર્ષના માજી સાથે અભદ્ર વાણી વિલાસ કર્યુ હતું. જેને લઈ અધિકારીના આ માનવીય વર્તન સામે પાથરણા વાળાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Exit mobile version