Site icon hindtv.in

સુરતમાં ઓનલાઈન ઠગાઈના વધી રહેલા બનાવો

સુરતમાં ઓનલાઈન ઠગાઈના વધી રહેલા બનાવો
Spread the love

સુરતમાં ઓનલાઈન ઠગાઈના વધી રહેલા બનાવો
કેબીસી લોટરી ફ્રોડ કેસમાં બે આરોપીઓને ઝડપ્યા
13 લાખથી વધુની ઓનલાઇન ઠગાઈ આચરાઈ

સુરતમાં ઓનલાઈન ઠગાઈના વધી રહેલા બનાવો વચ્ચે સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે પાકિસ્તાનથી ઓપરેટ થતા કેબીસી લોટરી ફ્રોડ કેસમાં બે આરોપીઓને આસામના ગોવાહાટીથી 140 કિલો મીટર દુરથી ઝડપી પાડ્યા હતાં. તો આરોપીઓએ લોટરી લાગ્યાની લાલચ આપી 13 લાખથી વધુની ઓનલાઇન ઠગાઈ આચરાઈ હતી.

સુરત સાયબર ક્રાઇમ સેલે કેબીસી એટલે કે કૌન બનેગા કરોડપતિ લોટરી ફ્રોડ મામલે મોટી સફળતા મળી છે. પાકિસ્તાનથી ઓપરેટ થતા આ ગેંગના બે આરોપીઓ ઈજાજુલ હક જલાલુદ્દીન અને મુજફ્ફર અલી સમસુલ હકને આસામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ ફરિયાદીને 25 લાખ રૂપિયાની લોટરી લાગી હોવાનો વિશ્વાસ અપાવી રજીસ્ટ્રેશન ફી, જીએસટી, આરબીઆઈ ક્લીયરન્સ, ઈન્સ્યુરન્સ સહિતના અલગ અલગ ચાર્જના બહાને કુલ 13 લાખ 51 હજાર 450 રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ઠગોએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને મીનીસ્ટ્રી ઓફ પાવરના બનાવટી લેટરપેડ અને ચેક મોકલી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ સેલે ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓના મોબાઇલ નંબરના વોટ્સએપ આઈપી પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું હતું જ્યારે ફ્રોડમાં વપરાયેલા બેંક એકાઉન્ટ આસામના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસ ટીમને આસામ મોકલી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ પકડાયેલા આરોપીઓ ઈજાજુલ જલાલુદ્દીન અને મુજફ્ફર અલી સમસુલ હક પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલી કમિશનના આધારે ફ્રોડ ગેંગને આપતા હતા અને એકાઉન્ટમાં આવતા રૂપિયા એટીએમ અને ચેક મારફતે ઉપાડી મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડતા હતાં.

 

Exit mobile version