સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
કતારગામમાં આવેલ ત્રિભોવન નગર સોસાયટીના મકાનમાં આગ
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે કતારગામમાં આવેલ ત્રિભોવનનગર સોસાયટીના મકાનમાં આગ લાગતા ફાયર દોડી ગયુ હતું.
સુરતમાં રોજેરોજ આગના બનાવો જોવા મળી રહ્યા છે. ત્યારે કતારગામ વિસ્તારમાં આગની ઘટના બની હતી. કતારગામ ખાતે આવેલ ત્રિભોવન નગર સોસાયટીના બંધ મકાનમાં આગ લાગી હતી. જેને લઈ સ્થાનિકોએ ફાયરને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો આગ લાગવાનુ કારણ અકબંધ છે.

