Site icon hindtv.in

સુરતમાં અકસ્માતે મોતની વધી રહેલી ઘટનાઓ

સુરતમાં અકસ્માતે મોતની વધી રહેલી ઘટનાઓ
Spread the love

સુરતમાં અકસ્માતે મોતની વધી રહેલી ઘટનાઓ
ઉધનાની સીટી ઈન્ડસ્ટ્રીયલમાં લિફ્ટમાં ફસાઈ જતા મહિલાનુ મોત
મહિલાની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી

સુરતમાં અકસ્માતે મોતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધના વિસ્તારમાં સીટી ઈન્ડસ્ટ્રીયલમાં લિફ્ટમાં ફસાઈ જતા મહિલાનુ મોત નિપજ્યુ હતું.

સુરતમાં ફરી કારખાનામાં કામ કરતી મહિલાનુ મોત નિપજ્યુ હોવાનુ સામે આવ્યુ છે. સુરતના ઉધના વિસ્તારમાં સીટી ઈન્ડસ્ટ્રીયલમાં એક મહિલાનુ મોત નિપજ્યુ હતું. ઉધનાના સીટી ઈન્ડસ્ટ્રીયલના કારખાનામાં કામ કરતી મહિલા લિફ્ટમાં ફસાઈ જતા મોતને ભેટી હતી. તો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

 

Exit mobile version