Site icon hindtv.in

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ
Spread the love

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ
ઉધનામાં બેફામ વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત
પોલીસે લાશનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધના વિસ્તારમાં બેફામ વાહન ચાલકે એક રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યુ હતું. જેને લઈ લોકટોળુ ભેગુ થયુ હતું.

સુરતમાં રોજેરોજ કેટલાક બેફામ વાહન ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે ફરી આવી જ એક અકસ્માતની ઘટનામાં રાહદારીનુ મોત નિપજ્યુ હતું. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સિલિકોન સોપર્સ સામેથી પસાર થઈ રહેલા રાહદારીને એક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધો હતો. અને બેફામ વાહન ચાલક રાહદારીને અડફેટે લઈ ભાગી ગયો હતો તો ઈજાગ્રસ્ત રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચી હોય જેથી તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. બનાવને લઈ લોકટોળુ ભેગુ થઈ ગયુ હતું. તો અકસ્માતની જાણ થતા ઉધના પોલીસની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version