ડિજીટલ યુગમાં સુરતમાં ઠગાઈના વધી રહેલા બનાવો
વરાછામાં બે ટાબરીયાઓએ ફેક એપથી ખોટુ પેમેન્ટ કર્યુ
ટાબરીયા સીસીટીવીમાં પણ કેદ થયા
ડિજીટલ યુગમાં ઠગાઈના વધી રહેલા બનાવો વચ્ચે વરાછામાં બે ટાબરીયાઓએ ફેક એપથી ખોટુ પેમેન્ટ કર્યુ હતુ. તો આ ટાબરીયા સીસીટીવીમાં પણ કેદ થયા છે.
સુરતના વરાછા વિસ્તારમાં ફેક એપ દ્વારા ખોટુ પેમેન્ટ કરતા બે ટાબરિયા સીસીટીવીમાં કેદ થયા છે. વરાછા વિસ્તારમાં ટોબેકોની દુકાન ધરાવતા વેપારી પાસે જમ્બો તમાકુના બે બોક્સ ખરીદીને નકલી સ્કેનર બતાવી બે ટાબરિયા મોપેડ પર ફરાર થઈ ગયા હતાં. ફેક એપ દ્વારા ખોટુ પેમેન્ટ કરી ફરાર થયાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ સાથે જ બંને પકડાઈ નહીં તે માટે મોપેડની નંબર પ્લેટ પર કાળી પટ્ટી મારી હતી. આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

