Site icon hindtv.in

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટના

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટના
Spread the love

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટના
ફુલ સ્પીડે બાઈક હંકારતા બાળકને અડફેટે લીધું
પાંચ વર્ષીય બાળકને અડફેટે લેતા મોત નિપજ્યુ

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરામાં બેફામ બાઈક ચાલકે પાંચ વર્ષીય બાળકને અડફેટે લેતા મોત નિપજ્યુ હતું.

સુરતમાં ફરી એક માસુમ બાળક નુ અકસ્માતમાં મોત નિપજ્યુ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં જય મહાદેવ નગરમાં 5 વર્ષીય બાળક આર્યન નિષાદ ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે બેફામ રીતે આવી રહેલ બાઈક ચાલકે બાળકને કચડી નાખતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. પલ્સર 220 બાઈક પર ત્રણ યુવાનો સવાર હતા અને ફુલ સ્પીડે બાઈક હંકારતા બાળકને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી જેને લઈ બાળકને હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. તો બનાવને લઈ હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version