Site icon hindtv.in

સુરતમાં વધી રહેલી ચિલ ઝડપની ઘટનાઓ

સુરતમાં વધી રહેલી ચિલ ઝડપની ઘટનાઓ
Spread the love

સુરતમાં વધી રહેલી ચિલ ઝડપની ઘટનાઓ
ભેસ્તાન પોલીસે બે રીઢા સ્નેચરોને ઝડપી પાડ્યા
મોઈન ઉર્ફે બોબડા પઠાણ અને ખાલીદ ઉર્ફે ભાંજા સૈયદની ધરપકડ

સુરતમાં વધી રહેલી ચિલ ઝડપની ઘટનાઓ વચ્ચે ભેસ્તાન પોલીસે બે રીઢા સ્નેચરોને ઝડપી પાડી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં રોજેરોજ ચિલઝડપના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભેસ્તાન પોલીસ મથકની હદમાં ગત 13 જાન્યુઆરીના રોજ રિક્ષામાં પસાર થતી મહિલાના હાથમાંથી દાગીના તથા રોકડ મુકેલ પર્સની ચિલઝડપ કરનાર રીઢાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સીસીટીવી સહિતની તપાસ કરી મહિલાનો પર્સ ઝુંટવી જનાર બે રીઢાઓ મોઈન ઉર્ફે બોબડા પઠાણ અને ખાલીદ ઉર્ફે ભાંજા સૈયદની ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version