તાપીમાં દારૂ – ડ્રગ્સ, ગાંજાનું વધતું પ્રમાણ
જિલ્લા કોંગ્રેસ દ્રારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
આજ રોજ તારીખ 29 નવેમ્બરના શનિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીની સૂચનાથી દારૂબંધી હોવા છતાં દારૂ-ડ્રગ્સ, ગાંજાનું પ્રમાણ વધતા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભવભાઈ ગામીતની આગેવાની હેઠળ મહિલા કોંગ્રેસ સમિતિને સાથે રાખી કલેક્ટર તાપીને જિલ્લામાં દારૂબંધી અને દારૂ-ડ્રગ્સ, ગાંજાનું પ્રમાણ યુવાનોમાં વઘ્યું હોય તેમજ આકડા-જુગારના અડ્ડાઓ તાપી જિલ્લામાં સદંતર બંધ કરવા તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો હોદ્દેદારો અને પ્રજાજનોને સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ આવનારા દિન ૭ માં તાપી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નસાખોરીના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવશે તો તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિ પ્રજાજનોને સાથે રાખી જનતા રેડ કરવાની ચીમકી આપવામાં આવી છે, આજના કલેક્ટર તાપીને આવેદન પત્ર આપવા માટે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, નિઝરના માજી ધારાસભ્ય , મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી , તાપી જિલ્લા પંચાયત વિપક્ષના નેતા તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનના તમામ હોદ્દેદાર શ્રીઓ તમામ તાલુકા સંગઠનના હોદ્દેદાર, મહત્વના આગેવાનો વડીલો દ્વારા તાપી જિલ્લામાં નશા ના કારોબાર કરનાર ઈસમો ઉપર કડક કાર્યવાહી કરવા અને દારૂબંધી નશાબંધીના કાયદાનું સાચી રીતે કડકપણે અમલ કરવા રજૂઆત કરવામાં આવી….

