Site icon hindtv.in

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો
Spread the love

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો
પાલ વિસ્તારમાં પત્નિ સાથે થયેલા ઝઘડા બાદ યુવાનનો આપઘાત
ઝઘડા બાદ યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે પાલ વિસ્તારમાં પત્નિ સાથે થયેલા ઝઘડા બાદ યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં રોજેરોજ આપઘાતનાબનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આવેલ એલ.આઈ.જી. આવાસમાં રહેતા દિક્ષિત ચૌહાણ નામના યુવાને આપઘાત કરી લીધો હતો. દિક્ષિતએ ઘરે પત્નિ સાથે ઝઘડો થયા બાદ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. તો બીજી તરફ મૃતક યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે તે પત્નિ અને તેના પ્રેમી દ્વારા યુવાનને ઘરે આવી માર મારવામાં આવ્યો હતો. યુવાને આપઘાત કર્યો તે પહેલા તેને માર માર્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. મારામારી બાદ યુવાને હતાશ થઈ આ પગલુ ભર્યુ હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version