સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો
અભ્યાસમાં એટીકેટી આવતા હતાશ રહેતી નિકિતા પરમાર
કોલેજીયન યુવતી નિકિતા પરમારે આપઘાત કરી લેતા ચકચાર
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે કોલેજીયન યુવતિએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે તો અભ્યાસમાં એટીકેટી આવતા હતાશ રહેતી યુવતિએ આપઘાત કર્યુ હોય જો કે મોતનુ સાચુ કારણ હજુ સામે આવ્યુ નથી.
સુરતમાં રોજેરોજ આપઘાતની ઘટનાઓ સામે આવે છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા પરિવારની 20 વર્ષીય કોલેજીયન યુવતિએ આપઘાત કરતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું. રાંદેર વિસ્તારમાં રહેતી અને બીકોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી નિકિતા પરમારને એટીકેટી આવી હતી જેથી તે થોડા સમયથી હતાશ રહેતી હતી જો કે અચાનક જ યુવતિએ પોતાના ઘરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તો યુવતિએ કયાકારણોસર આપઘાત કર્યુ તે જાણી શકાયુ નથી. હાલ તો પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

