Site icon hindtv.in

તાપીમાં 10 વર્ષથી અધૂરા રેલવે ઓવરબ્રિજ

તાપીમાં 10 વર્ષથી અધૂરા રેલવે ઓવરબ્રિજ
Spread the love

તાપીમાં 10 વર્ષથી અધૂરા રેલવે ઓવરબ્રિજ
આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ લીધી મુલાકાત
3 દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ કામોનું કર્યું નિરીક્ષણ

વ્યારા અને માંડવીને જોડતા તથા છેલ્લા 10 વર્ષથી અધૂરા પડેલા રેલવે ઓવરબ્રિજ મામલે હવે આશા જાગી.

તાપી જિલ્લાના 3 દિવસીય પ્રવાસે આવેલા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અધૂરા બ્રિજની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જવાબદાર અધિકારીઓ પાસેથી કામગીરીની સંપૂર્ણ વિગતો મેળવી આગામી 4 માસમાં અધૂરું કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. વ્યારા અને માંડવીને જોડતો આ માર્ગ વિસ્તાર માટે અત્યંત મહત્વનો છે. અગાઉ દરરોજ હજારો લોકો અને વાહનચાલકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા. જોકે, છેલ્લા એક દાયકાથી રેલવે ઓવરબ્રિજનું કામ અધૂરું રહેતા સ્થાનિકો અને મુસાફરો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. બ્રિજના અધૂરા કામને પગલે લોકોને વ્યારા નગરના ભીડભાડવાળા વિસ્તારોમાંથી આશરે 2 કિલોમીટરનો લાંબો ચકરાવો ફરવો પડે છે. તેના કારણે સમય અને ઇંધણનો વ્યય થવાની સાથે નગરમાં ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે.

તાપીના 3 દિવસીય પ્રવાસ દરમિયાન પ્રજાની લાંબા સમયની સમસ્યાને ધ્યાને લઈ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બ્રિજની મુલાકાત લીધી હતી. તેમણે અધૂરા બાંધકામનું નિરીક્ષણ કરી જવાબદાર અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. નિરીક્ષણ બાદ મંત્રીએ આગામી 4 મહિનામાં અધૂરું કામ પૂર્ણ થઈ જશે તેવી હૈયાધારણ આપી હતી. હવે મંત્રીની આ હૈયાધારણ બાદ છેલ્લા 10 વર્ષથી ટલ્લે ચડેલો આ રેલવે ઓવરબ્રિજ સમયમર્યાદામાં તૈયાર થઈ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય છે કે કેમ, તેના પર સમગ્ર તાપી જિલ્લાવાસીઓની મીટ મંડાઈ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version