Site icon hindtv.in

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ
Spread the love

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ
ઉધનાની શાકભાજી માર્કેટમાં થેલી ચોરીની ઘટના
રીઢાને લોકોએ પકડી પોલીસને સોંપ્યો

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે ઉધનાની શાકભાજી માર્કેટમાં થેલી ચોરીની ઘટનાને અંજામ આપનાર રીઢાને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પુષ્પા નગર નજીક ભરાતી શાકભાજી માર્કેટમાં અમર નગર સોસાયટી પાસે એક ઈસમ લાંબા સમયથી લોકોની નજરમાં શંકાસ્પદ રીતે ફરી રહ્યો હોય અને ચોરીની ઘટનાઓને અંજામ આપતો હોય જેથી સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ સતર્ક રહી આ ચોરને ઝડપી પાડ્યો હતો. તો રોષે ભરાયેલા લોકોએ તેને પકડી બરાબરનો મેથીપાક આપ્યો હતો. અને પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે એક મહિના પહેલા બપોરના સમયે દુકાનમાં ઘુસી ચોરી કરી હતી. તો અગાઉની ઘટનામાં દુકાનદાર સુતા હોવાનો લાભ લઈ ચોરી કરી હતી. વરંવાર ચોરીથી પરેશાન થયેલા લોકોએ આ વખતે જાતે જ નજર રાખી ચોરને પકડી પાડી મેથિપાક આપ્યા બાદ પોલીસને સોંપ્યો હતો. હાલ પોલીસે ચોરનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version