સુરતમાં નજીવી બાબતે પણ મારામારીની ઘટના
માધવ ટી સેન્ટર નામની દુકાનના માલિક પર મહિલાનો ઈંટ વડે હુમલો
હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ
સુરતમાં નજીવી બાબતે પણ મારામારીની ઘટનાઓ બની જતી હોય છે ત્યારે વરિયાવના ડીડી સ્પોર્ટસ સર્કલ પાસે માધવ ટી સેન્ટર નામની દુકાનના માલિક પર એક મહિલાએ ઈંટ વડે હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સુરતના વરિયાવ ડીડી સ્પોર્ટ્સ સર્કલ વિસ્તારમાં માધવ ટી સેન્ટર નામની દુકાન ચલાવનાર અજયએ અમરોલી પોલીસ મથકે અરજી કરી હતી. અને જણાવ્યુ હતું કે કેટલાક દિવસથી એક મહિલા તેની દુકાને આવે છે અને તેને હેરાન પરેશાન કરે છે. તો હાલમાં એક વિડીયો પણ તેણે બતાવ્યો હતો. જેમાં કહ્યુ હતું કે મહિલા દુકાને આવી અજય સાથે ઝઘડો કર્યા બાદ ઈંટ વડે તેના પર હુમલો કરો છે. તો મહિલા દત્ત કાઠીયાવાડી ધાબો ચલાવતી સરોજબેન જાડેજા હોવાનુ પણ કહેવાયુ હતું. હાલ તો ધમકી મામલે પોલીસમાં અરજી કરાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

